VIDEO: Gujarat વહીવટી તંત્રમાં મોટા ફેરફાર, 28 IAS અધિકારીઓની બદલી
સોર્સ : gstv
ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરતાં 28 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 21 જુલાઈ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ વિવિધ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) તેમજ રાજ્ય સરકારના વિવિધ નિગમો અને વીજ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર (MD) સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે.



