VIDEO Breaking : અમદાવાદમાં ઇસનપુર-નારોલ હાઈવે પર આવેલી નેલ પોલિશ બનાવતી કેમિકલ કંપનીમાં ભીષણ આગ
સોર્સ : gstv
અમદાવાદના ઇસનપુર-નારોલ હાઈવે પર આવેલી એક એસ્ટેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ નેલ પોલિશ બનાવતી કેમિકલ કંપનીમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ છે. આગના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી, જોકે આગને કારણે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

