Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Main accused arrested with MD drugs worth Rs 10 lakh near Vishala

વિશાલા નજીક 10 લાખના MD ડ્રગ્સ સાથે મુખ્ય આરોપીની ધરપકડ, આરોપી દ્વારકાના મુખ્ય સપ્લાયરને જથ્થો પહોંચાડતો

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
વિશાલા નજીક 10 લાખના MD ડ્રગ્સ સાથે મુખ્ય આરોપીની ધરપકડ, આરોપી દ્વારકાના મુખ્ય સપ્લાયરને જથ્થો પહોંચાડતો
સોર્સ : gstv

અમદાવાદમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે LCB ઝોન-7 દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિશાલા પાસેથી MD ડ્રગ્સ સાથે એક ડીલરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ 339 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે રૂ. 10.17 લાખ હોવાનું સામે આવ્યું છે.

App Store

પોલીસે મુખ્ય આરોપી કાદર ઉર્ફે ‘ઘુવડ’ મિયાણાની ધરપકડ કરી છે. આરોપી પાસેથી MD ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂ. 15.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

10થી વધુ વખત ડ્રગ્સની હેરાફેરી કરી

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજસ્થાનના બાંસવાડાથી ફૈઝલખાન પાસેથી MD ડ્રગ્સ મેળવતો હતો અને ત્યારબાદ આ જથ્થો દ્વારકાના મુખ્ય સપ્લાયર ફકીરા ઉર્ફે છાપીને પહોંચાડવાનો હતો. કાદર ઉર્ફે ઘુવડ છેલ્લા છ મહિનાથી ડ્રગ્સની હેરાફેરીમાં સક્રિય હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. તેણે અત્યાર સુધીમાં 10થી વધુ વખત ડ્રગ્સની હેરાફેરી કરી હોવાની માહિતી મળી છે.

દરેક ટ્રિપ માટે કાદરને રૂ. 25 હજાર રોકડા મળતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે વેજલપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હવે પોલીસે ડ્રગ્સ સપ્લાય કરનાર ફૈઝલખાન અને ફકીરા ઉર્ફે છાપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.