Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Locals took to the road and protested vehemently as the SP Ring Road from Vaishno Devi to Jhundal was closed

Ahmedabad news: વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતો SP રિંગ રોડ માર્ગ બંધ, સ્થાનિકોએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ ઠાલવ્યો

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતો SP રિંગ રોડ માર્ગ બંધ, સ્થાનિકોએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ ઠાલવ્યો
સોર્સ : GSTV

Ahmedabad news: અમદાવાદ એસપી રિંગ રોડ પર ન્યુ ત્રાગડ અને ચાંદખેડાના સ્થાનિકો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, ઝુંડાલ નજીક ડિવાઈડર કટ બંધ કરાતા પરિવહનમાં મુશ્કેલી પડી રહી છે. જેમાં 3-5 કિલોમીટર ફરીને જવાનું પડે છે. સમગ્ર મામલે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા છે અને બંને તરફ રોડ રોકીને વિરોધ નોંધાવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

App Store

અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે નજીક આજે(21 ફેબ્રુઆરી, 2026) મોડી રાતે સ્થાનિકોએ વિરોધ કરતા 3 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થતાં ત્યાંથી પસાર થતાં લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. અહીં ડિવાઈડર કટ છેલ્લા કેટલાક દિવસથી બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. આ કટ બંધ થતાં ન્યુ ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારમાં રહેતા વાહન ચાલકોને પોતાના ઘરે પહોંચવા માટે પાંચેક કિલોમીટરનો વધારાનો ફેરો ખાવો પડી રહ્યો છે. લાંબા સમયની હાલાકી અને વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા, લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા
 

એસપી રિંગ રોડ પર સ્થાનિકોએ વિરોધ નોંધાવતા મોડી રાતે વાહનોની લાંબી કતારો લાગી છે. આ પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વિરોધ નોંધાવતા લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા છે અને ટ્રાફિક પૂર્વવત કરાવવા માટેની કામગીરી હાથ ધરી છે. રાત્રિના સમયે થયેલા આ વિરોધને કારણે મુસાફરો અને અન્ય વાહનચાલકો પણ કલાકો સુધી અટવાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.