Ahmedabad news: કામેશ્વર અને દીપ બિલ્ડર્સ પર ITના દરોડા, બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ

સોર્સ : GSTV
ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદમાં વહેલી સવારે IT વિભાગના દરોડા પડ્યા છે. જેમાં અમદાવાદમાં બિલ્ડર્સ જૂથને ત્યાં ઈન્કમટેક્સ વિભાગનું સુપર ઓપરેશન શરૂ થયું છે. કામેશ્વર અને દીપ બિલ્ડર્સ પર એક જ સમયે 33 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. તો બીજી તરફ બિલ્ડર્સ લોબીમાં ભારે ફફડાટ ફેલાયો છે. IT વિભાગના અધિકારીઓએ ઘર, ઓફિસ, ગોડાઉન સહિત વિવિધ સ્થળો પર મોટા પાયે દરોડા પાડ્યા છે.
આઈટી વિભાગે દીપ બિલ્ડર ગ્રુપમાં દિનેશ પટેલ અને તેમના અન્ય ભાગીદારોના સ્થળો પર દરોડા
આઈટી વિભાગે દીપ બિલ્ડર ગ્રુપમાં દિનેશ પટેલ અને તેમના અન્ય ભાગીદારોના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. જ્યારે કામેશ્વર ગ્રુપના પ્રહલાદ પટેલ અને દીપેન પટેલને ત્યાં ઈન્કમટેકસ વિભાગા અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો અને કરચોરીના કેસ મળવાની મજબૂત સંભાવના છે.

