Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Is this how you cheat social life? High Court reprimands AMC by rejecting its plea

Ahmedabad: આ રીતે તમે સામાજિક જીવન સાથે છેતરપિંડી કરો છો? હાઈકોર્ટે AMCની અરજી ફગાવીને ફટકાર લગાવી

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: આ રીતે તમે સામાજિક જીવન સાથે છેતરપિંડી કરો છો? હાઈકોર્ટે AMCની અરજી ફગાવીને ફટકાર લગાવી
સોર્સ : GSTV

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટથી કામ આપ્યા પછી ચૂકવણીમાં મોડું થતા ગુજરાત હાઈકોર્ટે ઉધડો લીધો છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે, 'તમે બધા કામો કોન્ટ્રાક્ટ પર આપી દો છો પછી જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લો છો. તેના લીધે લોકોને હાલાકી ભોગવવી પડે છે. તમે જે સમયગાળામાં લોકોના કામ કરવાની ડેડલાઇન આપો, તે તમારા માટે કામ કરે અને તમે કોન્ટ્રાક્ટરોને પૈસા નથી આપતા. તેના લીધે મજૂરોને પણ પૈસા નથી મળતા. આ રીતે તમે સામાજિક જીવન સાથે છેતરપિંડી કરો છો?' હાઈકોર્ટે કોર્પોરેશનને રાહત આપવાનો ઈનકાર કરીને આ અરજી ફગાવી દીધી છે. 

App Store

હાઈકોર્ટે એએમસીની ઝાટકણી કાઢી

કોન્ટ્રાક્ટરોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, 'કોર્પોરેશન લોકોના કામોના કોન્ટ્રાક્ટ આપ્યા પછી પૈસા આપતા નથી. જેના લીધે શ્રમિકોના પૈસા ચુકવવા અને કામ બંને અટકી જાય છે. કામ પૂર્ણ કરવાનો સમય પૂરો થઈ ગયા પછીયે કામ પૂરા નહીં થતા કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરે છે.'

અમદાવાદ કોર્પોરેશનની ઝાટકણી કાઢતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે 'બધા કોન્ટ્રાક્ટર ભેગા થઇને તમારા કામ લેવાની ના પાડી દે તેવી સ્થિતિ ત્યારે જ ઊભી થાય, જ્યારે તમારૂં વલણ વિકાસની દિશામાં ના હોય. કોન્ટ્રાક્ટરે કામ પૂરું કરવામાં માત્ર એક મહિનો મોડું કર્યું, તેમાં તમે તેમને પૈસા આપતા નથી. લોકોના ટેક્સના પૈસા ઉઘરાવો છો, પણ તમારા આવા નિર્ણયથી કોન્ટ્રાક્ટરોના શ્રમિકો મહેનતાણાથી વંચિત રહે છે. કોન્ટ્રાકટરો બિઝનેસ કરે છે અને તમે તેમને પૈસા નથી આપતા. આ રીતે તમે પણ લોકો અને શ્રમિકો સાથે છેતરપિંડી કરો છો. આ કમનસીબ ઘટના છે. શ્રમિકોને તેના પૈસા ના મળે તો લોકોના કામો ના થાય પણ અધિકારીઓને કોઇ ફરક પડતો નથી.'