Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : IPS G. S. Malik formally takes charge as new DGP of Gujarat

VIDEO : ગુજરાતના નવા DGP તરીકે આઇપીએસ જી. એસ. મલિકે વિધિવત પદભાર સંભાળ્યો

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાત રાજ્યના DGP તરીકે જી.એસ મલિકની નિયુક્તિ કરાઈ છે. આજે તેમણે DGP નો ચાર્જ સંભાળ્યો છે. પૂર્વ DGP વિકાસ સહાય 31મી ડિસેમ્બર 2025ના રોજ નિવૃત થયા હતા. છેલ્લા 5 મહિનાથી CID ક્રાઈમના DG ડૉ. કે.એલ.એન રાવ પાસે અત્યાર સુધી DGP નો ચાર્જ હતો. જી.એસ મલિક પોણા ત્રણ વર્ષથી અમદાવાદના CP હતા. 

App Store

જી.એસ. મલિક અત્યાર સુધી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને દીર્ઘ વહીવટી અનુભવને ધ્યાને રાખીને ગુજરાતના કાયમી પોલીસ વડા (DGP) તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યાં સુધી અમદાવાદમાં નવા પોલીસ કમિશનરની કાયમી નિમણૂક ન થાય, ત્યાં સુધી અમદાવાદ સીપી (CP) તરીકેનો એડિશનલ ચાર્જ પણ તેમની પાસે જ યથાવત્ રહેશે. તેમના સત્તાવાર ચાર્જ સંભાળવાથી હવે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત પોલીસ દ્વારા અપાયું 'ગાર્ડ ઓફ ઓનર'

નવા પોલીસ વડાના આગમન મિશનને યાદગાર બનાવવા માટે પોલીસ ભવન કચેરીના પ્રાંગણમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગુજરાત પોલીસની વિશેષ ટુકડી દ્વારા નવા DGP જી.એસ. મલિકને પરંપરાગત શૈલીમાં અને પૂરા સન્માન સાથે 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું. આ દરમિયાન વિભાગના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જી.એસ મલિક 1993ની બેચના ગુજરાત કેડરના IPS ઓફિસર છે. તેઓ મૂળ હરિયાણાના ફરીદાબાદના વતની છે. તાલીમ બાદ જી.એસ.મલિકે ભુજ ASP તરીકે પોલીસ વિભાગમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, ભરૂચ અને કચ્છ SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને બોર્ડર રેન્જ IG પણ રહી ચૂક્યા છે. તેઓને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે 3 વાર નિમણૂક અપાઈ હતી.