Video: અમદાવાદમાં MD ડ્રગ્સ ફેક્ટરી કેસમાં NCBએ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા

અમદાવાદમાં NCB દ્વારા MD ડ્રગ્સની ફેક્ટરી પર કરવામાં આવેલી કાર્યવાહીના મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. NCB દ્વારા મુખ્ય આરોપી મુદ્દસર પઠાણના ત્રણ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીના મની ટ્રાન્ઝેક્શન અને તેની સાથે સંકળાયેલા સિન્ડિકેટના અન્ય સભ્યો અંગે પૂછપરછ કરવામાં આવશે. મુદ્દસરના આશરે બે કરોડ રૂપિયાના ઘરના ભોંયરામાં બનાવવામાં આવેલી ફેક્ટરીમાંથી મળી આવેલી શંકાસ્પદ વસ્તુઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે.
જાહેરાત







