Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Historic achievement of Indian Railways: electrification of 99.6% broad gauge network completed; second highest in the world after Switzerland

ભારતીય રેલવેની ઐતિહાસિક સિદ્ધિ: 99.6% બ્રોડગેજ નેટવર્કનું વીજળીકરણ પૂર્ણ; સ્વિટ્ઝર્લૅન્ડ પછી વિશ્વમાં બીજા ક્રમે

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ભારતીય રેલવેની ઐતિહાસિક સિદ્ધિ: 99.6% બ્રોડગેજ નેટવર્કનું વીજળીકરણ પૂર્ણ; સ્વિટ્ઝર્લૅન્ડ પછી વિશ્વમાં બીજા ક્રમે
સોર્સ : gstv

ભારતીય રેલવેએ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. દેશના 99.6% બ્રોડગેજ (BG) રેલવે નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન કામ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે ભારત વિશ્વના સૌથી મોટા અને વ્યાપક વીજળીકૃત રેલવે નેટવર્કમાં સામેલ થઈ ગયું છે. જ્યારે અમદાવાદ સહિત રાજ્યમાં 100 ટકા રેલવે નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

App Store

સ્વિટ્ઝર્લૅન્ડ બાદ ભારત બીજા ક્રમે

ઇન્ટરનેશનલ યુનિયન ઓફ રેલવેઝ (UIC)ના જૂન 2025ના અહેવાલ અનુસાર, સમગ્ર વિશ્વમાં 100 ટકા વીજળીકરણ ધરાવતા સ્વિટ્ઝર્લૅન્ડ પછી 99.6 ટકા સાથે ભારત બીજા ક્રમે છે. આ મામલે ભારતે ચીન (82%), સ્પેન (67%), જાપાન (64%), ફ્રાન્સ (60%) અને યુકે (39%) જેવા વિકસિત દેશોને પણ પાછળ છોડી દીધા છે.

2014થી 2026 દરમિયાન અભૂતપૂર્વ કામગીરી

વર્ષ 2014 પહેલાંના લગભગ 60 વર્ષોમાં માત્ર 21,801 રૂટ કિલોમીટરનું વીજળીકરણ થયું હતું, તેની સામે 2014થી 2026ના ગાળામાં રેકોર્ડબ્રેક 48,072 રૂટ કિલોમીટર રેલવે લાઇનનું વીજળીકરણ મિશન મોડમાં પૂરું કરવામાં આવ્યું છે. હાલમાં તમામ નવી લાઈનો અને મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ વીજળીકરણ સાથે જ મંજૂર અને નિર્માણ કરવામાં આવી રહ્યા છે.

ડીઝલ વપરાશમાં 185 કરોડ લિટરનો જંગી ઘટાડો

વીજળીકરણને કારણે રેલવેના ડીઝલ વપરાશમાં મોટો ઘટાડો નોંધાયો છે
•વર્ષ 2015-16માં ટ્રેક્શન માટે 293 કરોડ લિટર ડીઝલનો વપરાશ થતો હતો, જે ઘટીને વર્ષ 2024-25માં માત્ર 108 કરોડ લિટર થઈ ગયો છે.
•ડીઝલ વપરાશમાં 185 કરોડ લિટરનો ઘટાડો થવાથી દેશના કિંમતી વિદેશી હૂંડિયામણની મોટી બચત થઈ છે અને કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

પ્રદૂષણમાં ઘટાડો અને પર્યાવરણને મોટો ફાયદો

નીતિ આયોગના અહેવાલ અનુસાર, રોડ ટ્રાન્સપોર્ટની સરખામણીએ રેલ પરિવહનમાં આશરે 89 ટકા ઓછું કાર્બન ડાયોક્સાઇડ (CO₂) ઉત્સર્જન થાય છે. જ્યાં રોડ પર પ્રતિ ટન-કિલોમીટર 101 ગ્રામ CO₂ ઉત્સર્જન થાય છે, ત્યાં રેલવેમાં તે માત્ર 11.5 ગ્રામ છે. વીજળીકરણથી ટ્રેનોની સ્પીડ, વજન વહન કરવાની ક્ષમતા વધી છે અને મુસાફરીના સમયમાં ઘટાડો થયો છે.

1,260 મેગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી કાર્યરત

રેલવેને કાર્બન-મુક્ત બનાવવાના ઉદ્દેશથી સોલાર અને વિન્ડ પાવર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જૂન 2026 સુધીમાં ભારતીય રેલવે દ્વારા 1,161 મેગાવોટ (MW) ક્ષમતાના સોલાર પ્લાન્ટ્સ (રૂફટોપ અને જમીન પર) તેમજ 103 મેગાવોટના વિન્ડ પાવર પ્લાન્ટ્સ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત સહિત 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100% વીજળીકરણ

•સેન્ટ્રલ, વેસ્ટર્ન, નોર્ધન સહિતના 15 રેલવે ઝોનમાં 100% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
•ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રેલવે લાઈનોનું 100% વીજળીકરણ સંપન્ન થઈ ચૂક્યું છે, જ્યારે રાજસ્થાન (99.8%), તમિલનાડુ (98.3%), આસામ (97.9%), કર્ણાટક (96.8%) અને ગોવા (91.4%) પણ પૂર્ણતાના આરે છે.