Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : gujarat rain jambughoda receives 8 inches causes flooding Gujarati news

Gujarat rain: આગામી 5 દિવસ આ વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat rain: આગામી 5 દિવસ આ વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો

Gujarat Monsoon Rain Update: સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની મોસમનો પૂર્ણરૃપે પ્રારંભ થઈ રહ્યો હોય તે પ્રકારે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે (21 જૂન) સવારે 6:00 વાગ્યા સુધીમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં પડ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના અહેવાલ મુજબ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 5 ઈંચ, આણંદના પેટલાદમાં સાડા 3 ઈંચ અને હાલોલમાં 2.7 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડામાં 3.0 ઇંચ તેમજ આણંદના તારાપુરમાં પણ 2.7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

App Store

રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા 24 કલાકમાં આણંદ શહેરમાં 2.0 ઇંચ, તારાપુરમાં 2.7 ઇંચ અને બોરસદમાં 2.5 જ્યારે ભરૂચના જઘડિયામાં 2.4 ઇંચ, પંચમહાલના હાલોલમાં 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 9 તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે 51 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

આગામી 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શનિવારે (21 જૂન) કચ્છ, પાટણ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

Gujarat rain : જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 24 કલાકમાં 81 તાલુકા ભિંજાયા 3 - image

22 જૂનની આગાહી

આગામી 22 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 22 જૂને નવસારી, વલસાડ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, મહીસાગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, આણંદ, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

23 જૂનની આગાહી

રાજ્યમાં 23 જૂને 21થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, મહીસાગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ હોવાથી ભારે વરસાદની શક્યતા છે. 

24 જૂનની આગાહી

24 જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહેવાની શક્યતા છે. આ દિવસે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

25 જૂનની આગાહી

25 જૂને નવસારી, વલસાડ અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

ટોપિક્સ:gujaratraingstvgstv news