Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat Pradesh Kisan Congress and Kisan Sangharsh Samiti's 'Farmer Tractor Rally' will protest against the BJP government

ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિની 'ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી, ભાજપ સરકાર વિરુદ્ધ કરશે પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિની  'ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી, ભાજપ સરકાર વિરુદ્ધ કરશે પ્રદર્શન
સોર્સ : gstv

ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે અમદાવાદમાં 'ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી'નું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિઓ અને વિવિધ માંગણીઓ સાથે આજે સવારે ૧૧ વાગ્યે શાંતિપુરા સર્કલથી હજારો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ કરવામાં આવશે. સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક ઢબે યોજાનારી આ રેલીમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે.

App Store

અમિત ચાવડા, વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહેશે

આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહી ખેડૂતોને સંબોધશે અને સરકાર પર દબાણ વધારશે. કોંગ્રેસ ખેડૂતોના વિવિધ પ્રશ્નો સાથે આ રેલી યોજશે. મળતા અહેવાલ પ્રમાણે ટ્રેકટર રેલીમાં  ખેતરોમાં વીજલાઈન નાંખવા સહિતની સમસ્યાઓ ઉકેલવા 5 માંગણી સરકાર સમક્ષ કરશે