ગુજરાત ATSએ નકલી લાયસન્સની મદદથી હથિયાર ખરીદવાના કૌભાંડમાં વધુ સાત આરોપીઓની ધરપકડ કરી

સોર્સ : GSTV
ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાત ATSએ નકલી લાયસન્સની મદદથી હથિયાર ખરીદવાના કૌભાંડમાં વધુ સાત આરોપીઓની ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 70 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
સાત આરોપીઓમાંથી ત્રણ સુરેન્દ્રનગરના, ત્રણ આણંદના અને એક અમદાવાદનો
અગાઉ ATSએ 63 આરોપીઓની ધરપકડ કરીને 92 હથિયારો અને 400થી વધુ કારતૂસ જપ્ત કર્યા હતા. આ નવી ધરપકડમાં સાત આરોપીઓમાંથી ત્રણ સુરેન્દ્રનગરના, ત્રણ આણંદના અને એક અમદાવાદનો છે.

