Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gomtipur Police Station in controversy once again, brother and sister attempt suicide after not getting justice

Ahmedabad news: ગોમતીપુર પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં, ન્યાય ન મળતા ભાઈ-બહેને આપઘાતનો પ્રયાસ કર્યો

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ગોમતીપુર પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં, ન્યાય ન મળતા ભાઈ-બહેને આપઘાતનો પ્રયાસ કર્યો
સોર્સ : GSTV

રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.જેમાં  અમદાવાદનું ગોમતીપુર પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ન્યાય ન મળતા એક ભાઈ-બહેને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ૩૧મી માર્ચની રાત્રે દવા પીતા પહેલા આ યુગલે એક વીડિયો બનાવી પોલીસની એકતરફી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

App Store

 પોલીસે યુવતીના પરિવાર સામે જ ફરિયાદ નોંધી હતી

કચરો નાખવા જેવી સામાન્ય બાબતના ઝઘડામાં પોલીસે યુવતીના પરિવાર સામે જ ફરિયાદ નોંધી હતી, જ્યારે સામી પક્ષે રજૂઆત છતાં તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી. હાલ બંને સારવાર હેઠળ છે અને ઘટના બાદ હરકતમાં આવેલી પોલીસે હવે ફરિયાદ નોંધી તપાસ તેજ કરી છે.

પોલીસે ફરિયાદ લેવાનો કર્યો ઇનકાર!

પીડિતોનો ગંભીર આક્ષેપ છે કે, પોલીસે તેમની રજૂઆત સાંભળવાને બદલે ફરિયાદ લેવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. રક્ષક જ જ્યારે ભક્ષક સમાન વર્તન કરવા લાગે ત્યારે લાચાર બનેલા આ ભાઈ-બહેને રસ્તા વચ્ચે ઉભા રહીને રડતા-રડતા પોતાનો અંતિમ વીડિયો રેકોર્ડ કર્યો હતો.

વીડિયોમાં CM અને ગૃહમંત્રીને આજીજી

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને ભાઈ-બહેન અત્યંત વેદનામાં છે અને વીડિયોમાં જ તેઓ ઝેર પીતા દેખાય છે. વીડિયોના માધ્યમથી તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે ન્યાયની આજીજી કરી છે. સ્થાનિક પોલીસથી સંપૂર્ણ વિશ્વાસ ઉઠી જવાથી તેમણે રાજ્યના ઉચ્ચ વહીવટી તંત્ર સમક્ષ આખરી ન્યાયની ગુહાર લગાવી છે. હાલ આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.