Video: સરખેજ-ગ્યાસપુર પાસે ઝૂંપડપટ્ટીમાં આગ, 80 જેટલા ઝૂંપડા બળીને ખાક

અમદાવાદના સરખેજ-ગ્યાસપુર વિસ્તાર નજીક આગ લાગવાની ઘટના બની હતી . ગ્યાસપુર પાસે આવેલી એક ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની કુલ 10 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.આ આગની ઘટનામાં અંદાજે 80 જેટલા ઝૂંપડા બળીને ખાક થઈ ગયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. જોકે, રાહતની વાત એ છે કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
r
જાહેરાત













