Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Drinking water pipeline broke due to lack of coordination by AMC

Ahmedabad: AMCના સંકલનના અભાવે પીવાના પાણીની પાઈપલાઈન તૂટી, લાખો લીટર પાણી વેડફાયું

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્માર્ટ સિટી અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં તંત્રના પાપે પાણીની નદીઓ વહી છે. હાટકેશ્વર સર્કલ પાસે જર્જરિત ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલનના અભાવે પીવાની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ પડ્યું છે. ભંગાણ એટલું ભયંકર હતું કે પાણીના ફુવારા આકાશમાં ઉછળ્યા હતા અને લાખો લિટર શુદ્ધ પાણી સીટીએમ રોડ સુધી વહીને ગટરમાં વેડફાયું હતું. ખોખરા શ્મશાનગૃહ પાસેના મુખ્ય માર્ગો પર ચોમાસા જેવો માહોલ સર્જાતા વાહનચાલકો અટવાયા હતા. બ્રિજ તોડતા કોન્ટ્રાક્ટર અને પાણી વિભાગ વચ્ચે કોઈ સંકલન ન હોવાને કારણે લાખો લિટર પાણી રસ્તા પર વહી રહ્યું છે. જેનાથી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

App Store