₹250 કરોડની કથિત છેતરપિંડી કેસમાં ઓસિયા હાઈપર મોલના ડિરેક્ટરની હાઈકોર્ટમાં દોડ

₹250 કરોડની કથિત છેતરપિંડી કેસમાં ઓસિયા હાઈપર મોલના ડિરેક્ટરની હાઈકોર્ટમાં દોડ
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

વેપારીઓ પાસેથી માલ મેળવી નાણાં નહીં ચૂકવવાના કેસમાં ધીરેન્દ્ર ચોપરાની આગોતરા જામીન અરજી

અમદાવાદમાં ₹250 કરોડથી વધુની કથિત છેતરપિંડીના ચકચારી કેસમાં ઓસિયા હાઈપર મોલના ડિરેક્ટર ધીરેન્દ્ર ચોપરાએ હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ઓસિયા હાઈપર રિટેલ લિમિટેડના ડિરેક્ટર ધીરેન્દ્ર ચોપરાએ આગોતરા જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ધીરેન્દ્ર ચોપરા, તેમની પત્ની સહિત અન્ય લોકો સામે વેપારીઓ પાસેથી માલ ખરીદી નાણાં નહીં ચૂકવી ₹250 કરોડથી વધુની છેતરપિંડી આચર્યાનો આરોપ છે.

જાહેરાત

આ કેસમાં અગાઉ ધીરેન્દ્ર ચોપરાએ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, સેશન્સ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.

સેશન્સ કોર્ટમાંથી રાહત નહીં મળતાં હવે ડિરેક્ટરે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ અરજી પર આગામી 30 નવેમ્બરના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

હવે 30 નવેમ્બરની સુનાવણીમાં હાઈકોર્ટ શું વલણ અપનાવે છે અને ધીરેન્દ્ર ચોપરાને આગોતરા જામીન મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત