Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Country liquor smuggling on Jashodanagar road, police arrest two bootleggers

અમદાવાદના જશોદાનગર રોડ પર દેશી દારૂની હેરાફેરી, પોલીસે બે બુટલેગરોની કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદના જશોદાનગર રોડ પર દેશી દારૂની હેરાફેરી, પોલીસે બે બુટલેગરોની કરી ધરપકડ
સોર્સ : GSTV

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં પોલીસથી બચવા જતાં બુટલેગરોની આઇસર ટ્રકમાંથી દેશી દારૂનો જથ્થો રસ્તા પર ઢોળાયો હતો. વટવા GIDC પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી ખેડાના બે શખસોને ઝડપી પાડ્યા છે, જેઓ અમદાવાદના અસારવા વિસ્તારમાં દારૂની ખેપ મારવા આવ્યા હતા.

App Store

રોડ પર દારૂની રેલમછેલ અને તીવ્ર દુર્ગંધ

મળતી માહિતી અનુસાર, જશોદાનગરથી હાથીજણ સર્કલ તરફ જતા માર્ગ પર અચાનક એક આઇસર ટ્રકમાંથી દારૂની પોટલીઓ ભરેલા થેલા રસ્તા પર પટકાયા હતા. થેલો ફાટી જતાં રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી અને સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ત્યાંથી પસાર થતા વાહનચાલકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા.

વટવા GIDC પોલીસને અગાઉથી જ દારૂની આ ખેપ અંગે બાતમી મળી હતી, જેના આધારે નાઈટ ડ્યુટી દરમિયાન સઘન વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને જોઈને ગભરાયેલા બુટલેગરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં દારૂનો જથ્થો રસ્તા પર ઢોળાયો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આઇસર ટ્રકને આંતરી લીધી હતી. તપાસમાં ટ્રકની ડીઝલ ટેન્કની ઉપર પતરાની ખાસ પેટી બનાવીને તૈયાર કરાયેલું ચોરખાનું મળી આવ્યું હતું, જેમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

ખેડાથી અમદાવાદ સુધી ફેલાયેલું નેટવર્ક

પોલીસે સ્થળ પરથી સાદિક મિયા મલેક (રહે. ઉમરેઠ) ગણપતભાઈ તળપદા (રહે. ખેડા)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો ખેડાના ચલાલી ગામના કનુભાઈ તળપદાએ ભરી આપ્યો હતો. આ જથ્થો અમદાવાદના અસારવા-શાહીબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ પાસે રહેતા ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર નામના શખસને સપ્લાય કરવાનો હતો. હાલમાં પોલીસ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.