VIDEO : Ahmedabad માં એસએસ ડિવાઈન સ્કૂલનો વિવાદ, પહેલા ડમી એડમિશન અને હવે સંચાલકોના ઝઘડાથી મચ્યો હોબાળો!
સોર્સ : gstv
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી એસએસ ડિવાઇન સ્કૂલમાં ટ્રસ્ટીઓ અને સંચાલન મંડળ વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો છે. સ્કૂલનું સંચાલન નિર્માણ એક્સિલન્સ એડ્યુકેટર્સ LLP અને આશિષ દેસાઈ દ્વારા કરવામાં આવતું હતું. ડમી વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વિવાદ ઊભો થતાં ડીઈઓ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. બીજી તરફ આશિષ દેસાઈએ સહજાનંદ ટ્રસ્ટ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા છે. ટ્રસ્ટે સ્કૂલનું મેનેજમેન્ટ પરત લેતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. નિર્માણ સંચાલકો સ્કૂલના સર્ટિફિકેટ અને માર્કશીટ સહિતના મહત્વના દસ્તાવેજો લઈ ગયા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.

