Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Congress' tractor rally for farmers' rights, police stop it before Gandhinagar!

VIDEO : ખેડૂતોના હક માટે કોંગ્રેસની ટ્રેક્ટર રેલી, ગાંધીનગર પહેલાં જ પોલીસનો બ્રેક!

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે દેખાવો કરવા માટે અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી 1 હજાર 111 ટ્રેક્ટર રેલી કાઢીને સાથે કોંગ્રેસે દેખાવ કર્યા. જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે. જોકે અમદાવાદમાં શાંતિપુર અને ઓગણેજ ઘર્ષણ થયું. અહીંથી આગળ ન જવા દેતાં ખેડૂતો રોષે ભરાયા. કોંગ્રેસે જણાવ્યાનુસાર, સરકાર કહે છે જગતનો તાત પરંતુ તેને અવારનવાર સરકારની લાત પડે છે. સરકારની આયોજન વગરની નીતિના કારણે ખેડૂત પિસાઈ રહ્યા છે. ગુજરાત સરકારના મંત્રરીઓ, અધિકારીઓ અને પોલીસ બળજબરીથી ખેડૂતોના ખેતરમાં કંપનીની લાઈનો નખાવી રહ્યા છે. નોંધનીય છેકે, કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી. ત્યારે આ રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાન સુધી જવાની જ મંજૂરી આપવામાં આવી હતી.

App Store