Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Child trafficking racket running from Himmatnagar to Hyderabad busted, child sold for lakhs rescued

Ahmedabad news: હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, લાખોમાં વેચાયેલા બાળકનું રેસ્ક્યૂ

Timeછેલ્લું અપડેટ : 29 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news:  હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, લાખોમાં વેચાયેલા બાળકનું રેસ્ક્યૂ
સોર્સ : GSTV

અમદાવાદમાં બાળ તસ્કરી સામે મોટી સફળતા મેળવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (DCB) અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી નવજાત શિશુના વેચાણના મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે આ મામલે એક નવજાત બાળકને રેસ્ક્યૂ કર્યું છે અને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

App Store

ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન

મળતી માહિતી અનુસાર, 28મી જાન્યુઆરીના રોજ ગુજરાત ATS ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈની ટીમે એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પાસે કોતરપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન હિંમતનગર તરફથી આવતી એક સફેદ રંગની કાર (GJ-01-MT-2600)ને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું, જેનું ગેરકાયદે વહન કરવામાં આવી રહ્યું હતું.