Video: મેમનગરમાં જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા

અમદાવાદમાં સેવા સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા મેમનગર વિસ્તારમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિત રહીને જલારામ બાપાની પાલખી યાત્રામાં ભાગ લીધો હતો અને બાપાના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ઉપસ્થિત નાગરિકોને જલારામ જયંતિની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. શોભાયાત્રા દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.
જાહેરાત







