Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Chaos in AMC meeting: MLAs lash out at Municipal Commissioner over contaminated water!

VIDEO:AMCની બેઠકમાં ધમાસણ: દૂષિત પાણીના મુદ્દે ધારાસભ્યોએ મ્યુનિસિપલ કમિશનરને લીધા ભીંસમાં!

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉસ્માનપુરા ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં દૂષિત પાણીના મામલે ધારાસભ્યોએ તંત્રને બરાબરનું ભીંસમાં લીધું હતું. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે રિ-ડેવલપમેન્ટના કારણે સર્જાતી પાણી-ગટરની સમસ્યા અને ફાયર સેફટીના અભાવ અંગે આકરા સવાલ કર્યા હતા, જેના પગલે કમિશનરે ટેન્ડર પ્રક્રિયાની ખાતરી આપી હતી. બીજી તરફ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે મકરબા બ્રિજ, ટ્રાફિક વ્યવસ્થાપન અને પોલીસ સ્ટેશનના મુદ્દા ઉઠાવ્યા હતા. જોકે, સમગ્ર બેઠક દરમિયાન પીવાના પાણીની દૂષિત સમસ્યાનો મુદ્દો મુખ્યત્વે ચર્ચામાં રહ્યો હતો. મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી આ ગંભીર સમસ્યા પહોંચી હોવા છતાં, મ્યુનિસિપલ કમિશનરે નર્મદા અને રાશ્કા પ્રોજેક્ટના રિપેરિંગ કાર્યને જવાબદાર ગણાવી પોતાનો બચાવ કર્યો હતો, પરંતુ તંત્રની નિષ્ફળતા સામે ધારાસભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

App Store
ટોપિક્સ:gstvgstv newsamcahmedabad news