Ahmedabad news: ઠક્કરનગરમાં નજીવી બાબતમાં ઉશ્કેરાઈને સગા ભાઈ જે ભાઈની કરી હત્યા

સોર્સ : GSTV
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલીમાં ભાઈએ ભાઈની હત્યા કરી નાખી છે, અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આવેલી ચામુંડાની ચાલીમાં નજીવી બાબતે સગા ભાઈએ જ ભાઈની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.
ઉશ્કેરાયેલા સત્યેન્દ્રએ જીતેન્દ્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો
સત્યેન્દ્ર શહાની નામના શખ્સે તેના સગા ભાઈ જીતેન્દ્ર શહાનીને ઘરમાં કલરકામમાં મદદ કરવાનું કહેતા મામલો બિચક્યો હતો, જેમાં ઉશ્કેરાયેલા સત્યેન્દ્રએ જીતેન્દ્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસે શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો
૩૧મીની રાત્રે બનેલી આ ઘટના બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત જીતેન્દ્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

