VIDEO: બોપલમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દરમિયાન ગ્રાહકને થયો કડવો અનુભવ, વેજને બદલે નોનવેજ બર્ગરની અપાઈ ડિલિવરી
સોર્સ : gstv
અમદાવાદના બોપલ વિસ્તારમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર દરમિયાન ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેના સ્થાને નોનવેજ બર્ગર ડિલિવરી થવાની ઘટના સામે આવી છે. આ ઓર્ડર બોપલ સ્થિત મેકડોનાલ્ડ્સમાંથી ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ મારફતે કરવામાં આવ્યો હતો.
ઘટનાને લઈને ગ્રાહકે રેસ્ટોરન્ટમાં જઈને રજૂઆત કરી ત્યારે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ સંચાલકો દ્વારા ભૂલ સ્વીકારવામાં આનાકાની કરવામાં આવી હોવાનો પણ આરોપ છે. કિચનમાં વેજ અને નોનવેજ વસ્તુઓ સાથે રાખવામાં આવતી હોવાના આક્ષેપો બાદ મામલો ચર્ચામાં આવ્યો છે.

