Ahmedabad news: મેમ્કો વિસ્તારમાં નજીવા મુદ્દે ફરી અસામાજિક તત્વોનો આતંક આવ્યો સામે

Ahmedabad news: અમદાવાદ શહેરમાં એકવાર ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. મેમ્કો વિસ્તારમાં આવેલી એક ટ્રાવેલ્સ ઓફિસમાં નજીવા મુદ્દે અસામાજિક તત્વોએ છરી અને દંડા વડે તોડફોડ કરી હતી. જાહેરમાં રસ્તો રોકી જન્મદિવસ સેલિબ્રેશન કરવાનું કહેવા જતા હુમલો કર્યો હતો. જે અંગેની શહેર કોટડા પોલીસે ફરિયાદ નોંધી અસામાજિક તત્વોની શોધખોળ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં ઘણા સમયથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવાનું પ્રચલન શરુ થયું હોય તેમ મેમ્કો વિસ્તારમાં જાહેરમાં રસ્તો રોકીને બર્થ-ડે સેલિબ્રેશન કરતા રોકવાનું કહેતા અસામાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા હતા. જે બાદ ટ્રાવેલર્સની ઓફિસમાં છરી અને દંડાથી ઓફિસમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઓફિસમાં તોડફોડ અને અસામાજિક તત્વોના આતંક અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જે બાદ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

