Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pakistan news: For the first time after partition, Sanskrit and Bhagavad Gita will be taught in Pakistan

Pakistan news: ભાગલા બાદ પહેલીવાર પાકિસ્તાનમાં સંસ્કૃત અને ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવામાં આવશે 

Timeછેલ્લું અપડેટ : 14 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Pakistan news: ભાગલા બાદ પહેલીવાર પાકિસ્તાનમાં સંસ્કૃત અને ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવામાં આવશે 
સોર્સ : GSTV

Pakistan news: ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ પહેલી જ વાર પાકિસ્તાનની એક યુનિવર્સિટીએ સંસ્કૃતનો અભ્યાસક્રમ દાખલ કર્યો છે. 'લાહોર યુનિવર્સિટી ઑફ મેનેજમેન્ટ' (એલયુએમએસ) દ્વારા પ્રારંભમાં ૩ મહિનાનો સપ્તાહાંત એક 'વર્કશોપ' શરૂ કર્યો છે જેમાં ક્લાસિકલ લેંગ્વેજીસ ભણાવવામાં આવશે. જો આ શૈક્ષણિક કાર્યક્રમ સફળ રહેશે તો તે, સંપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમ તરીકે સ્વીકારવામાં આવશે.

App Store

આ માહિતી આપતાં એક અધિકારીએ કહ્યું હતું કે, 'હજી સુધી ઘણાં ઘણાં પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરાયો છે પરંતુ સંસ્કૃતમાં લખાયેલા અને વિશેષત: ભોજપત્ર પર લખાયેલા સંસ્કૃત ગ્રંથોની ઉપેક્ષા જ કરવામાં આવી છે.'

ડૉ. અલિ ઉસ્માન કાઝમી (ડિરેક્ટર ગુર્મતી સેન્ટર) જણાવ્યું હતું કે, 1930માં ભોજપત્ર ઉપર લખાયેલા સંસ્કૃત ગ્રંથો જુદા તારવી વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા પરંતુ 1947માં હિન્દુસ્તાનનું વિભાજન કરી પાકિસ્તાન સર્જાયું ત્યારથી આજ સુધી તે પ્રશ્ને ઉપેક્ષા જ સેવવામાં આવી હતી માત્ર વિદેશી સંશોધકો જ તેનો ઉપયોગ કરતા હતા. જે.સી.આર. વુલ્નેરે કરેલા આટલા પ્રયત્નો પ્રત્યે પાકિસ્તાનને ધ્યાન આપ્યું ન હતું હવે તે શોધી તેનો અભ્યાસ શરૂ કરાયો છે. તે માટે પ્રતિભાવ પણ ઘણો છે, આશા છે કે તે અભ્યાસ માટે વધુ ને વધુ વિદ્યાર્થીઓ સંસ્કૃતના અભ્યાસ પ્રત્યે પણ વિદ્યાર્થીઓનું આકર્ષણ જોઈ અમે, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને મહાભારતનો અભ્યાસક્રમ પણ શરૂ કરવા માંગીએ છીએ.

પ્રો. શાહિદ રશીદે કહ્યું કે, 'મુશ્કેલી સંસ્કૃત વ્યાકરણ ભણાવવામાં ઉભી થઈ હતી તેની કોઈ ટેક્સ જ ન હતી તેથ પાણિનીનું વ્યાકરણ અમે કેમ્બ્રિજમાં સંસ્કૃત સ્કૉલર એન્ટોનિયા રૂબેલ, ઓસ્ટ્રેલયા ઈન્ડોલોજિસ્ટ મેક કૉલેસા પાસેથી સંસ્કૃત વ્યાકરણ ઑનલાઇન મંગાવ્યું પાણિનીનું વ્યાકરણ પણ ભણાવાશે. હિંદુ ખીણ સંસ્કૃતિ અંગે તો ઘણું ઘણું સંશોધન થઈ ગયું છે, થઈ રહ્યું છે પણ અમે અરેબિક, પર્શિયન તથા તુર્કી ભાષા માટેના શિક્ષકો, પ્રોફેસરો રોક્યા પણ છે હવે સંસ્કૃત અંગેના શિક્ષકો- પ્રોફેસરો રોકાશે.'