Ahmedabad news: અમદાવાદમાં નારણપુરામાં વીર સાવરકર સ્પોટ્સ કોમ્પલેક્સનું અમિત શાહે ઉદઘાટન કર્યું

Ahmedabad news: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન અમિત શાહ, ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા અને રૂપિયા 825 કરોડના ખર્ચે બનેલું આંતરાષ્ટ્રીય કક્ષાનું વીર સાવરકર સ્પોટસ કોમ્પલેક્સનું ઉદઘાટન થયું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ સ્પોર્ટસ કોમ્પલેક્સ 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં ઓલિમ્પિક સ્તરની સ્વિમિંગ સ્પર્ધા માટે એકવાટિક સ્ટેડિયમમાં 1,750 દર્શકોનો ક્ષમતા છે.
આ સિવાય ઓલિમ્પિક કક્ષાનો ઇન્ડોર હૉલ, ઇન્ડોર સ્પોર્ટ્સમાં વિશ્વ કક્ષાની સુવિધા તેમજ કોમ્યુનિટી સ્પોર્ટ્સ વિભાગમાં શૂટિંગ, બિલિયર્ડ્સ અને ફિટનેસ સેન્ટરની સુવિધા પણ છે. સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલેન્સમાં ખેલાડીઓ માટે તાલીમ અને રહેવાની સુવિધા છે. જ્યારે ઈન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેનામાં 52૦૦ દર્શકોની ક્ષમતા છે.

