Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC's negligence! but dangerous potholes are still there!

VIDEO BREAKING: AMCની બેદરકારી! સ્ટેન્ડિંગ કમિટીનું અલ્ટીમેટમ પૂરું, પણ જોખમી ખાડા એમ ને એમ!

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે, જેમાં સ્માર્ટ સિટીના વિવિધ વિસ્તારોમાં હજુ પણ જોખમી ખાડાઓ ખુલ્લા જોવા મળી રહ્યા છે. ચોમાસું નજીક હોવાથી અને વરસાદ ગમે ત્યારે આવી શકે તેમ હોઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા સાત દિવસની અંદર આ તમામ ખાડાઓ પૂરી દેવા માટે કડક તાકીદ કરવામાં આવી હતી. જો કે, આ સાત દિવસની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તંત્ર ખાડા પુરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. હાલમાં અંજલિ, દાણીલીમડા, ખોખરા અને મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર ખુલ્લા રહેલા આ ખાડાઓ વાહનચાલકો અને રાહદારીઓ માટે ભારે આફતરૂપ બન્યા છે. વરસાદી માહોલમાં પાણી ભરાવાને કારણે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે તંત્ર આ ખાડા ક્યારે પૂરશે તે એક મોટો સવાલ ઊભો થયો છે.

App Store
ટોપિક્સ:AMCahmedabad newsgstv news