VIDEO: અમદાવાદ વાડજ જંક્શન ફ્લાયઓવર પ્રોજેક્ટમાં ગતિ ગર્ડર લોન્ચિંગ શરૂ
સોર્સ : gstv
અમદાવાદના પશ્ચિમ ઝોનમાં આવેલા વાડજ જંક્શન ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજનું કામ વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. બ્રિજના 41 મીટર લાંબા સ્પાન માટે પી-જી-1થી જીપી-3 વચ્ચે ગર્ડર લોન્ચિંગની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવી છે, જે 5 જુલાઈની રાત્રિ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ કામગીરી દરમિયાન માત્ર રાત્રિના સમયે એક તરફનો માર્ગ બંધ રાખી કામ કરવામાં આવશે, જ્યારે દિવસ દરમિયાન ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ રહેશે. અમદાવાદ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, ગર્ડર લોન્ચિંગ પૂર્ણ થતાં ફ્લાયઓવર પ્રોજેક્ટનો વધુ એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થશે અને સમગ્ર કામગીરીને વધુ ગતિ મળશે.

