Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad Traffic Police takes action against drivers coming from the wrong side

અમદાવાદ ટ્રાફિક પોલીસની રોંગ સાઇડ આવતા વાહનો સામે કાર્યવાહી, એક જ દિવસમાં 2 હજાર કેસ નોધ્યા

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ ટ્રાફિક પોલીસની રોંગ સાઇડ આવતા વાહનો સામે કાર્યવાહી, એક જ દિવસમાં 2 હજાર કેસ નોધ્યા
સોર્સ : GSTV

અમદાવાદ ટ્રાફિક વ્યવસ્થાને લગતી કામગીરી પર ગુજરાત હાઇકોર્ટના આકરા વલણ બાદ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડની ઝુંબેશ યોજી એક જ દિવસમાં બે હજાર જેટલા કેસ નોંધીને 33 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

App Store

હાઇકોર્ટના આકરા વલણ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ જાગી

ગુજરાત હાઇકોર્ટે શહેરના રસ્તા પરના દબાણ અને ટ્રાફિક વ્યવસ્થાના અનુસંધાનમાં આકરૂ વલણ દાખવીને અનેકવાર સરકાર અને અમદાવાદ પોલીસને કામગીરી કરવા માટે ટકોર કરી છે. જેના કારણે પોલીસ દ્વારા કેટલીકવાર વિશેષ ઝુંબેશ યોજીને કામગીરી કરવામાં આવે છે ત્યારે શુક્રવારે ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રોંગ સાઇડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં એક જ દિવસમાં બે હજાર જેટલા કેસ કરીને કુલ 33 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર એસજી હાઇવે, સકીજી રોડ કે મહત્ત્વની જગ્યા પર જ કામગીરી કરીને સંતોષ માનવામાં આવતો હતો પરંતુ ઘણા સમય બાદ પોલીસે શહેરના મોટાભાગના વિસ્તારમાં રોંગ સાઇડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, અનેક સ્થળો પર દબાણ હટાવીને રસ્તા પણ ખુલ્લા કરવામાં આવ્યા હતા.

રોંગ સાઇડ વાહન ચલાવતા લોકોના વ્હીકલ જપ્ત કરવા હાઇકોર્ટનો આદેશ

અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસમાર રસ્તાઓ, ટ્રાઉફિક, ગેરકાયદે પાર્કિંગ, રસ્તાઓ અને ફુટપાથ પર લારી-ગલ્લાના દબાણ સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રાફિક-પોલીસ સત્તાવાળાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રોંગ સાઇડમાં વાહનો હંકારતા તત્વોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે અન નિર્દોષ લોકોના જીવ જઇ રહ્યા છે ત્યારે હવે રોંગ સાઇડમાં વાહનો હંકારતા તત્વોને નાથવા તેમના વાહનો જપ્ત કરો અને તેમને કાયદાનું ભાન કરાવો.