Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad/ record break rain in July: 21 inches of rain in a single month!

VIDEO: Ahmedabad/ જુલાઈમાં મેઘરાજાની રેકોર્ડબ્રેક બેટિંગ: એક જ મહિનામાં ખાબક્યો ૨૧ ઈંચ વરસાદ!

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Ahmedabad Rainfall: અમદાવાદ શહેર અને સમગ્ર જિલ્લામાં જુલાઈ માસ દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને ચોમાસાની સિઝનનો મોટાભાગનો વરસાદ એક જ મહિનામાં વરસાવી દીધો છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 22.25 ઈંચ સાથે સિઝનનો કુલ 83.55 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, કુલ વરસાદમાંથી 21.20 (સિઝનનો આશરે 80 ટકા) વરસાદ માત્ર જુલાઈ મહિનામાં જ પડી ગયો છે.

App Store

જુલાઈના પ્રારંભે ધીમી ગતિ, બાદમાં અનરાધાર

ચોમાસાની શરૂઆતમાં વરસાદની ગતિ ખૂબ જ ધીમી હતી. જુલાઈ મહિનાના પ્રારંભે અમદાવાદ જિલ્લામાં માત્ર 1 ઈંચ (3.61 ટકા) અને અમદાવાદ શહેરમાં માત્ર 0.43 ઈંચ (1.33 ટકા) વરસાદ જ નોંધાયો હતો. જોકે, જુલાઈ માસ આગળ વધતાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એકમાત્ર અમદાવાદ શહેરમાં જ જુલાઈ મહિના દરમિયાન 22.45 ઈંચ વરસાદ સાથે સિઝનનો સરેરાશ 69 ટકા વરસાદ ખાબકી ગયો છે.

ધોળકામાં સૌથી વધુ 30.82 ઈંચ વરસાદ

અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓની વાત કરીએ તો, ધોળકામાં સૌથી વધુ 30.82 ઈંચ વરસાદ નોંધાયો છે. ધંધુકામાં 30.62, વિરમગામમાં 27.20, માંડલમાં 21.14, દસ્ક્રોઈમાં 21.02, દેતરોજમાં 20.23, બાવળામાં 20, સાણંદમાં 16.35, ધોલેરામાં 12.25 ઈંચ વરસાદ વરસ્યો છે. એક જ મહિનામાં પડેલા આ ભારે વરસાદને કારણે જિલ્લાના જળાશયો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.