VIDEO: અમદાવાદમાં ખાદ્ય ભેળસેળ સામે કોર્ટે આરોપીઓને દંડ ફટકાર્યો
સોર્સ : gstv
ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટની તપાસને પગલે કોર્ટે કડક કાર્યવાહી કરી છે. સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે ચાર અલગ-અલગ કેસમાં આરોપીઓને દોષી ઠેરવ્યા છે.ઘી, દૂધ, વટાણા અને મરચું પાવડરમાં ભેળસેળના કિસ્સાઓમાં સેશન્સ કોર્ટે અપીલ પર વેપારીઓને ૫૦ હજાર સુધીનો દંડ ફટકાર્યો છે. PFA એક્ટ હેઠળ દોષી ઠરેલા વેપારીઓએ નીચલી કોર્ટના ચુકાદા સામે અપીલ કરી હતી, જેમાં દંડની રકમ વધારવામાં આવી છે.નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ માટે આ ચુકાદો મોટો પાઠ છે. એએમસી ફૂડ ડિપાર્ટમેન્ટ આવી ભેળસેળ સામે સતત કાર્યવાહી કરતું રહેશે….

