Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A holiday has been declared for schools in Ahmedabad tomorrow

અમદાવાદમાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદની આગાહીને પગલે લેવાયો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદની આગાહીને પગલે લેવાયો નિર્ણય
સોર્સ : gstv

ભારે વરસાદની આગાહીને કારણે અમદાવાદમાં આવતીકાલે 1 ઓગસ્ટ 2026ના રોજ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. વિદ્યાર્થીઓને વરસતા વરસાદમાં હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે  તંત્રએ આ નિર્ણય લીધો છે.

App Store

દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં શનિવારે પણ તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક અને ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખરાબ હવામાન અને જળબંબાકારની આવી પરિસ્થિતિમાં શાળાએ આવતા નાના બાળકો અને વિદ્યાર્થીઓ કોઈ મુશ્કેલી કે જોખમમાં ન મુકાય તે માટે તંત્ર દ્વારા આ સાવચેતીનું પગલું ભરવામાં આવ્યું છે. આજે પણ ભારે વરસાદને પગલે સુરતમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના પગલે સત્તાવાર આદેશ જાહેર કરાયો છે. 

 તંત્રની વાલીઓને અપીલ

જિલ્લા શિક્ષણ વિભાગે તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને આ આદેશનું કડકપણે પાલન કરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદની સ્થિતિને જોતાં બાળકોને બિનજરૂરી બહાર ન મોકલે અને સુરક્ષિત રહે.