Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Two women candidates from the same community face off in Khadiya ward amid BJP-Congress concerns

Ahmedabad news: ખાડીયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ચિંતામાં એક સમાજના બે મહિલા ઉમેદવારો સામસામે

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ખાડીયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ચિંતામાં એક સમાજના બે મહિલા ઉમેદવારો સામસામે
સોર્સ : gstv

૨૬ એપ્રિલને રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાશે. એક સપ્તાહ પહેલા ખાડીયા વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ ટેન્શનમાં આવી ગયા છે. ભાજપની સાથે કોંગ્રેસે પણ આ વખતે નાયક સમાજના મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. આ સંજોગમાં મતદાન ઓછુ થાય તો ખાડીયામા પહેલી વખત ભાજપની પેનલ તૂટી શકે છે.

App Store

ખાડીયા વોર્ડમાં કુલ ૭૩ હજારથી વધુ મતદારો મતદાન કરી શકશે

વર્ષ-૨૦૨૬માં ખાડીયા વોર્ડમાં કુલ ૭૩ હજારથી વધુ મતદારો મતદાન કરી શકશે. ૨૫ હજારથી વધુ મતદારો ઘટવા તથા અન્ય કારણોસર ભાજપના નેતાઓ દોડતા થઈ ગયા છે. ભાજપે મહિલા ઉમેદવાર તરીકે હેતલબેન નાયકને પસંદ કર્યા છે.કોંગ્રેસ તરફથી મીનાબેન નાયકને મહિલા ઉમેદવાર તરીકે ટિકીટ આપવામા આવી છે.

બંને ઉમેદવારો કાલુપુરમાં એક જ વિસ્તારમા

બંને ઉમેદવારો કાલુપુરમાં એક જ વિસ્તારમા રહેતા હોવાની સાથે એક જ સમાજના છે. ભાજપસૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, આ સમાજના ૭૦૦થી ૮૦૦ મતદાતા છે.એ પૈકી કેટલાક મતદાતા વોર્ડ છોડી બહાર રહેવા ચાલ્યા ગયા છે. આ પરિસ્થિતિમાં વોર્ડ બહાર ગયેલાઓને અત્યારથી જ સંપર્ક કરી મતદાન કરવા બોલાવાઈ રહયા છે. આ વખતે મતદાન કરી પછી તમે મતદારયાદીમાંથી નામ કમી કરાવજો એ પ્રકારની અપીલ પણ કરવામા આવી રહી છે.આ પાછળનુ મુખ્યકારણ ભાજપની પેનલ તૂટે નહીં એ જ છે.