Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Police arrest 4 accused of Bijnor gang

Ahmedabad news: પોલીસે બિજનોર ગેંગના 4 આરોપીઓને દબોચ્યા, રીક્ષામાં મુસાફરોને નિશાન બનાવીને કરતા હતા ચોરી

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: પોલીસે બિજનોર ગેંગના 4 આરોપીઓને દબોચ્યા, રીક્ષામાં મુસાફરોને નિશાન બનાવીને કરતા હતા ચોરી
સોર્સ : GSTV

Ahmedabad news: રાજ્યના અમદાવાદમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે  અમદાવાદની મણિનગર પોલીસે બિજનોર રીક્ષા ગેંગના ચાર આરોપીઓને શાહઆલમ દરવાજા પાસેથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ  14.65 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. આ ઘટના રક્ષાબંધન ઉજવવા મુંબઈથી અમદાવાદ આવેલી એક વૃદ્ધાની સાથે બની હતી. ઉલ્લેખનીય છે કે આ ગેંગ મુસાફરોને ટાર્ગેટ બનાવતી હતી. 

App Store

વૃદ્ધા મણિનગર રેલ્વે સ્ટેશનથી શાહીબાગ જતી વખતે આરોપીઓએ રીક્ષામાં ચોરીને અંજામ આપ્યો 

વૃદ્ધા મણિનગર રેલ્વે સ્ટેશનથી શાહીબાગ જતી વખતે આરોપીઓએ રીક્ષામાં ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરી અને ચોરાયેલા દાગીના કબજે કર્યા હતા. આ ગેંગ રીક્ષામાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરવા માટે કુખ્યાત હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા લોકોને નિશના બનાવીને લૂંટ મચાવી છે.