Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Horrific collision between tempo and car in Prahladnagar

Ahmedabad news: પ્રહલાદનગરમાં ટેમ્પો-કાર વચ્ચે ભયાનક ટક્કર, ઓવરસ્પીડના કારણે સર્જાયો ગંભીર અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 15 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: પ્રહલાદનગરમાં ટેમ્પો-કાર વચ્ચે ભયાનક ટક્કર, ઓવરસ્પીડના કારણે સર્જાયો ગંભીર અકસ્માત
સોર્સ : gstv

અમદાવાદમાં ઓવરસ્પીડના કારણે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં, બુધવારે (15 ઓક્ટોબર) વહેલી સવારે પ્રહલાદનગર વિસ્તારમાં એક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

App Store

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, બુધવારે (15 ઓક્ટોબર) વહેલી સવારે પ્રહલાદનગર ગાર્ડન પાસે એક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, બંને વાહનો ઓવરસ્પીડમાં હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, આ ટક્કર એટલી જોરદાર હતી કે, ટેમ્પો રોડ પર પલટી મારી ગયો હતો અને કારને પણ નોંધપાત્ર નુકસાન થયું હતું.

જોકે, સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત સર્જાતાની સાથે જ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને અકસ્માતના કારણે થયેલા ટ્રાફિકને દૂર કરવામાં લોકોએ સાથે મળીને એકબીજાની મદદ કરી હતી. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.