Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: GIPS to host grand CME on Sunday, September 7, 2025

Ahmedabad news: જીપ્સ (GIPS) દ્વારા રવિવારે, 7 સપ્ટેમ્બર 2025ના રોજ ભવ્ય CMEનું આયોજન

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: જીપ્સ (GIPS) દ્વારા રવિવારે, 7 સપ્ટેમ્બર 2025ના રોજ ભવ્ય CMEનું આયોજન
સોર્સ : GSTV

Ahmedabad news: જીપ્સ (GIPS) ગૃપ દ્વારા આયોજિત આ વૈજ્ઞાનિક CMEમાં સમગ્ર ગુજરાતમાંથી 128 મનોચિકિત્સકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ દેશના વિવિધ ખૂણાઓમાંથી પધારેલા પ્રતિષ્ઠિત વક્તાઓએ પોતાના અનુભવ અને વૈજ્ઞાનિક જ્ઞાન દ્વારા આ CMEને વિશિષ્ટ અને સમૃદ્ધ બનાવી હતી.

App Store

આ અવસરે જીપ્સ ગૃપના સ્થાપક સભ્યોમાંથી એક, વરિષ્ઠતમ બોર્ડ ઑફ ડિરેક્ટર તથા અગ્રણી મનોચિકિત્સક ડૉ. રાજેશ સી. મણિયારની મનોચિકિત્સક તરીકેની અડધી સદી (50 વર્ષ)ની સફળ પ્રેક્ટિસ પૂર્ણ થવા નિમિત્તે જીપ્સ પરિવાર દ્વારા તેમનું તેમજ ગુજરાતના અન્ય વરિષ્ઠ મનોચિકિત્સકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ડૉ. મણિયારનું મનસ્વાસ્થ્ય ક્ષેત્રે પાંચ દાયકાનું અવિરત યોગદાન તબીબી સમાજ માટે દિશાદર્શક બની રહ્યું છે. તેમની મનોચિકિત્સક તરીકેની સુવર્ણજયંતિ (Golden Jubilee) એ માત્ર જીપ્સ પરિવાર જ નહીં પરંતુ સમગ્ર મનોચિકિત્સા સમુદાય માટે ગૌરવ અને પ્રેરણાનો અવસર બન્યો છે.