Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A young man fell to his death while slapping someone in a joke in Ramol, the accused was arrested

Ahmedabad news: રામોલમાં મજાકમાં લાફો મારતા યુવક નીચે પડયા બાદ મોતને ભેટયો, આરોપીની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: રામોલમાં મજાકમાં લાફો મારતા યુવક નીચે પડયા બાદ મોતને ભેટયો, આરોપીની ધરપકડ
સોર્સ : GSTV

Ahmedabad news: અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં કિસ્સો સામે આવ્યો છે જે સાંભળી આપ પણ ચોંકી જશો. થોડા દિવસ પહેલા એક યુવક અચાનક બેભાન થાય છે અને બાદમાં તેનું મોત નીપજે છે.આ મોત પાછળનું કારણ મિત્રો વચ્ચેની મજાક હોવાનું સામે આવ્યું.પાનના ગલ્લે મિત્રો ઉભા હતા અને એક મિત્રએ મજાકમાં લાફો મારતા યુવક નીચે પટકાયો અને બ્રેઈન હેમરેજ થતા મોત થયું હતું.આ ઘટના CCTVમાં કેદ થતા રામોલ પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

App Store

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી જાય છે. પરંતુ રામોલમાં એક વિચિત્ર પ્રકારનો ગુનો સામે આવ્યો છે.જેમાં ગત 18 ઓગસ્ટના રોજ મૃતક કરણ ઠાકોર આરોપી ભાવેશ વાઘેલા અને તેમના 4 મિત્રો રવિ વાઘેલા, કલ્પેશ પરમાર, રાજુ રાજપૂત અને લલિત પરમાર મોડી રાત્રે શ્રાવણિયો જુગાર રમીને વહેલી સવારે નાસ્તો કરવા રિક્ષામાં નીકળ્યા હતા.તેઓ નાસ્તો કરીને મજાક મસ્તી કરતા ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે વચ્ચે દ્વારકેશ પાન પાર્લર નજીક પાન મસાલો લેવા રિક્ષા ઉભી રાખી હતી. આ દરમ્યાન મૃતક કરણે આરોપી પાસે રજનીગંધા મગાવતા બંન્ને વચ્ચે મજાક મસ્તીમાં ઝઘડો થયો અને આરોપીએ કરણને લાફો મારતા તે રોડ પર પટકાયો હતો.જ્યાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્યાન 30 ઓગસ્ટના રોજ મોત નીપજ્યું હતું.

આ ઘટના CCTV કેમેરામાં કેદ થતા રામોલ પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.ત્યારબાદ રામોલ પોલીસે આરોપીને  કોર્ટમાં રજૂ કર્યો છે. મિત્રો વચ્ચેની મજાક મસ્તી ક્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે તે ઘટના પરથી સાબિત થાય છે. આ ઘટનાએ બે મિત્રોની જિંદગી બદલી દીધી.એકને મોત મળ્યું તો બીજાને જેલના સળિયા પાછળ જવાનો વખત આવ્યો છે.