Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad City Congress structure announced, 36 ward presidents announced

Ahmedabad news: અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું જાહેર, 36 વોર્ડ પ્રમુખની જાહેરાત કરાઈ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું જાહેર, 36 વોર્ડ પ્રમુખની જાહેરાત કરાઈ
સોર્સ : GSTV

Ahmedabad news: કોંગ્રેસને ફરી એકવાર બેઠી કરવાના અભિયાનના ભાગરૂપે અમદાવાદ શહેરમાં કોંગ્રેસના માળામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને જોતા આ બદલાવ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. અમદાવાદ શહેર કોંગ્રસનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 36 વોર્ડ પ્રમુખની જાહેરાત થઈ છે, તેમજ 12 વોર્ડ પ્રમુખની જાહેરાત બાકી રાખવામાં આવી છે. આગામી સમયમાં આ માળખું સક્રિય રહેતા ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ જાહેરાત કરાશે.

App Store

મળતી માહિતી અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી અને કોંગ્રેસને જનતાની વચ્ચે જઈને તેઓની રજૂઆત સાંભળીને સરકારમાં બેઠેલા પ્રતિનિધિ, તંત્ર અને નેતાને કાને વાત ધરે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસમાં મોટાપાયે બદલાવ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું જાહેર કવામાં આવ્યું છે. જેમાં શહેરના 36 વોર્ડ પ્રમુખ જાહેર કરાયા છે જ્યારે અન્ય 12 વોર્ડ પ્રમુખની જાહેરાત બાકી રાખવામાં આવી છે.

અમદાવાદ શહેરના 5 નિરીક્ષકોને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ શહેરના 5 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના વિવાદિત નેતાના વિસ્તારમાં વોર્ડ પ્રમુખની નિમણૂક બાકી છે. રાજશ્રી કેસરી, હિંમતસિંહ પટેલ, નીરવ બક્ષી અને શૈલેષ પરમારના વોર્ડમાં હજી નિમણૂક બાકી રાખવામાં આવી છે.