VIDEO: Delhiની હોટલમાં આગની ઘટના બાદ Ahmedabadના DEO એક્શનમાં; વેકેશન ખુલતા જ તમામ શાળાઓને ફાયર સેફ્ટી ચેકિંગના આદેશ
સોર્સ : GSTV
દિલ્હીમાં હોટલમાં લાગેલી આગની ઘટનાના પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ તાત્કાલિક પગલાં લીધાં છે. વેકેશન બાદ શાળાઓ ફરી શરૂ થતી હોવાથી તમામ શાળાઓને સુરક્ષા ચકાસણી અંગે સૂચનાઓ આપવામાં આવી છે. શાળાઓમાં ફાયર સેફ્ટી સાધનો કાર્યરત છે કે નહીં તેની તપાસ કરવા આદેશ અપાયો છે. ઉપરાંત એસી, કોમ્પ્યુટર લેબ સહિતના વિસ્તારોમાં ઇલેક્ટ્રિક વાયરીંગની પણ ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં DEO દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાશે.

