Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad Crime Branch's big breakthrough: Wanted in disproportionate assets case, then RAC Ketki Vyas nabbed from sister's house

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા: અપ્રમાણસર મિલકત કેસમાં વોન્ટેડ તત્કાલીન RAC કેતકી વ્યાસ બહેનના ઘરેથી ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા: અપ્રમાણસર મિલકત કેસમાં વોન્ટેડ તત્કાલીન RAC કેતકી વ્યાસ બહેનના ઘરેથી ઝડપાઈ
સોર્સ : gstv

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે અપ્રમાણસર મિલકતના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (RAC) અને હાલ ફરજ મોકૂફી હેઠળ રહેલા વર્ગ-1ના સિનિયર સ્કેલના અધિકારી કેતકી વ્યાસની અટકાયત કરીને મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી માટે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ને હવાલે કરી દીધી છે.

App Store

બહેનના ઘરે છુપાઈ હતી કેતકી વ્યાસ

મળતી માહિતી મુજબ, આરોપી કેતકી વ્યાસ શેલા વિસ્તારમાં આવેલી તેની બહેનના ઘરે છુપાઈને રહેતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા દરોડો પાડીને તેને ત્યાંથી જ ઝડપી લેવામાં આવી હતી.

ACB કચેરી ખાતે સત્તાવાર ધરપકડની પ્રક્રિયા

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેતકી વ્યાસને હાલ એસીબી (ACB) કચેરીએ સોંપવામાં આવી છે. ACB દ્વારા અપ્રમાણસર મિલકતના કેસમાં તેની સત્તાવાર ધરપકડ દર્શાવીને આગળની પૂછપરછ અને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કેતકી વ્યાસની ધરપકડથી અપ્રમાણસર મિલકતના આ કેસમાં અન્ય કેટલાંક ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે.