Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : accident occurred on Dhandhuka-Phedra road; car burst into flames after hitting divider

VIDEO: Ahmedabad / ધંધુકા-ફેદરા રોડ પર સર્જાયો ભીષણ અકસ્માત; કાર ડિવાઈડર સાથે અથડાતા ભડભડ સળગી ઉઠી, 5 લોકોનો આબાદ બચાવ

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ જિલ્લાના ધંધુકા-ફેદરા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. હરીપુરા પાટિયા પાસે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે જોતજોતામાં કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. જોકે, સદનસીબે કારમાં સવાર તમામ પાંચ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.

App Store

મળતી વિગતો અનુસાર, કારમાં સવાર તમામ મુસાફરો દહેગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હરીપુરા પાટિયા પાસે અચાનક ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આગ લાગે તે પહેલા જ કારમાં સવાર પાંચેય લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

ઘટનાની જાણ થતા જ ફેદરા અને ધંધુકાની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108ની ટીમે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડ્યા હતા.