Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Major twist in Seventh-day School murder case, Gujarat High Court grants bail to minor who killed student

Ahmedabad news: સેવન્થ-ડે સ્કૂલ હત્યાકાંડમાં મોટો વળાંક, વિદ્યાર્થીની હત્યા કરનાર સગીરને હાઈકોર્ટે આપ્યા જામીન

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: સેવન્થ-ડે સ્કૂલ હત્યાકાંડમાં મોટો વળાંક, વિદ્યાર્થીની હત્યા કરનાર સગીરને હાઈકોર્ટે આપ્યા જામીન
સોર્સ : GSTV

Ahmedabad news: અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી જાણીતી 'સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલ'માં વર્ષો પહેલા સર્જાયેલા ભયાનક હત્યાકાંડના કેસે ફરી એકવાર કાયદાકીય ગૂંચ અંગેની ચર્ચા જગાવી છે. આ શાળાના વિદ્યાર્થી નયન સંતાણીની ઘાતકી હત્યા કરવાના આરોપમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

App Store

હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
અગાઉ આ કેસમાં અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ સ્થિત ચિલ્ડ્રન કોર્ટે આરોપી કિશોરની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કરતા અવલોકન કર્યું હતું કે, કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો માટેનો પ્રાથમિક હેતુ તેમને સજા આપવા કરતા વધુ સુધાર અને પુનર્વસન કરવાનો હોય છે. હાઈકોર્ટે રૂપિયા 10 હજારના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યા છે.

પરિવાર અને સરકારનો ઉગ્ર વિરોધ
જ્યારે જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હતી, ત્યારે રાજ્ય સરકાર અને મૃતક નયન સંતાણીના પરિવારે આ અરજીનો સખત વિરોધ કર્યો હતો. પરિવારની દલીલ હતી કે આ એક અત્યંત ગંભીર ગુનો છે અને આવી ઘટનાઓમાં જામીન આપવાથી સમાજમાં ખોટો મેસેજ જઈ શકે છે. જોકે, કોર્ટે કાયદાકીય પાસાઓને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે.

કેસની હાલની સ્થિતિ
હાલમાં આ સમગ્ર કેસની ટ્રાયલ ચાલી રહી છે. કાયદાકીય પ્રક્રિયા દરમિયાન કુલ 55 સાક્ષીઓમાંથી અત્યાર સુધીમાં 17 સાક્ષીઓની તપાસ અને ઉલટતપાસ પૂર્ણ થઈ છે. બાકીના સાક્ષીઓની જુબાની હજુ બાકી છે. આ ઘટનાએ તે સમયે સ્કૂલ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા કર્યા હતા, જેની કળ આજે પણ નયન સંતાણીના પરિવાર માટે વળી નથી.