Video: અમદાવાદના બાવળા-સાણંદ ચોકડી પાસે ટ્રાવેલ્સ બસની ટક્કરે ઇકો કાર પલટી, ચાર ઇજાગ્રસ્ત

સોર્સ: gstv

અમદાવાદના બાવળા-સાણંદ ચોકડી પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રાવેલ્સની બસે ઇકો કારને જોરદાર ટક્કર મારતાં કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રોષે ભરાયેલા ટોળાએ બસના કાચ તોડી નાખ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્તો વૌઠા મેળાથી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત