Video: ચાંદખેડા વોર્ડમાં અનુસૂચિત જાતિના ભાજપ કાર્યકરોનું અલગ સ્નેહમિલન!, વોર્ડ પ્રમુખ પર અપમાન અને અવગણનાના આક્ષેપ

અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં ભાજપ સંગઠનની એકતા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ૧૪ નવેમ્બરે વોર્ડ પ્રમુખ કેતન દેસાઈ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ તેમાં અનુસૂચિત જાતિના હોદ્દેદારો અને કાર્યકરોની અવગણના થઈ હોવાના આક્ષેપો થયા છે. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હિરેન કોરડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે નારાજગી વ્યક્ત કરી છે. તેમનો આક્ષેપ છે કે કાર્યક્રમના બેનરોમાં યુવા મોરચા સહિતના હોદ્દેદારોને સ્થાન અપાયું, પરંતુ અનુસૂચિત જાતિ અને મહિલા મોરચાના બેનરો લગાવાયા નહોતા. આ નારાજગીના પગલે ૧૫ નવેમ્બરે અલગથી સ્નેહમિલનનું આયોજન કરાયું છે. બીજી તરફ, વોર્ડ પ્રમુખ કેતન દેસાઈએ આક્ષેપો નકારતા જણાવ્યું છે કે ફોન કરીને આમંત્રણ અપાયું હતું, પરંતુ તેઓ બહાર હોવાથી હાજર રહી શક્યા નહોતા.
જાહેરાત








