Video: રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણીને લઈને રાજકારણ ગરમાયું

સંઘના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી પૂરી થયાને હજુ માંડ બે જ મહિના જેટલો સમય વીત્યો છે, ત્યારે હવે આગામી વરણી પર સૌની નજર ટકી છે. જિલ્લાના અગ્રણી સહકારી આગેવાન નીતિન ઢાકેચા પોતે પણ ચેરમેન પદ માટેના અત્યંત પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેમના આ નિવેદન બાદ આગામી સમયમાં સંઘની સત્તાની કમાન કોના હાથમાં આવશે તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે અને ટૂંક સમયમાં જ આ અંગેની ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના સેવાઈ રહી છે.
જાહેરાત







