Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A mistake by the police in Ahmedabad and tears started flowing from the eyes of people going to the riverfront, know what is the matter?

VIDEO: અમદાવાદમાં પોલીસની એક ભૂલ અને રિવરફ્રન્ટ પર જતા લોકોની આંખોમાંથી વહેવા લાગ્યા આંસુ, જાણો શું છે મામલો?

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર કેમ્પસમાં ગુરુવારે (નવમી જુલાઈ) એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પોલીસ હેડક્વાર્ટરમાં નિયમિત ડ્રિલ (તાલીમ) દરમિયાન છોડવામાં આવેલો ટીયર ગેસ (આંસુ ગેસ) પવન સાથે મેદાનની બહાર નીકળીને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. આ ગેસની અસર નજીકમાંથી પસાર થતા રિવરફ્રન્ટ રોડ સુધી અનુભવાઈ હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

App Store

વાહનચાલકો અને રાહદારીઓ ધુમાડાની લપેટમાં આવી ગયા

પોલીસ કેમ્પસમાં છોડવામાં આવેલા ટીયર ગેસની ધુમાડો પવનના કારણે રિવરફ્રન્ટ રોડ તરફ પહોંચી ગયો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને રાહદારીઓ આ ધુમાડાની લપેટમાં આવી ગયા હતા. ટીયર ગેસના ધુમાડાના કારણે અનેક વાહનચાલકો અને રાહદારીની આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જ્યારે અચાનક આંખોમાંથી પાણી વહેવા લાગતા કેટલાય લોકોએ રસ્તાના કિનારે ઊભા રહીને આંખો ધોવાની ફરજ પડી હતી.

આંખોમાં થયેલી બળતરા અને ચિંતાજનક સ્થિતિને કારણે કેટલાક વાહનચાલકોએ અકસ્માતથી બચવા માટે પોતાના વાહનો ધીમા પાડી દીધા હતા અથવા થોડા સમય માટે રોકી દીધા હતા, જેના લીધે રિવરફ્રન્ટ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. આ ઘટનાની ગંભીરતાને જોતાં જ પોલીસ કર્મચારીઓ તુરંત હરકતમાં આવ્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા તેમજ વાહનચાલકોને સુરક્ષિત રીતે આગળ વધારવા માટે જરૂરી પગલાં લીધા હતા.