VIDEO: અમદાવાદમાં વિદ્યાર્થીઓને રિઝવવા રાજકીય જંગ ભાજપનું ભવ્ય છાત્ર સંમેલન
સોર્સ : gstv
અમદાવાદમાં કોંગ્રેસના વિદ્યાર્થીલક્ષી અભિયાન સામે ભાજપે પણ હવે યુવા વર્ગમાં પોતાની પકડ મજબૂત કરવા કમર કસી છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ભવ્ય છાત્ર સંમેલનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠક વી. સતીશ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ, નવી શિક્ષણ નીતિ, કૌશલ્ય વિકાસ તેમજ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન જેવી બાબતો પર વિદ્યાર્થીઓ સાથે વિગતવાર સંવાદ કરવામાં આવ્યો હતો. આ સંમેલન મારફતે ભાજપે સરકારની સિદ્ધિઓ અને નીતિઓ યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યમાં વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર રાજકીય સક્રિયતા વધતા, હવે ભાજપ અને કોંગ્રેસ બંને યુવા મતદારોને આકર્ષવા માટે મેદાનમાં ઉતર્યા હોવાની ચર્ચાઓ રાજકીય ગલીઓમાં તેજ બની છે.

