Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : '50 policemen, 600 CCTVs and checking of 100 hotels in Surat!' Ramol police nabbed the Chikhligar gang within 2 days

VIDEO: '50 પોલીસકર્મીઓ, 600 CCTV અને સુરતની 100 હોટલોનું ચેકિંગ!' રામોલ પોલીસે 2 જ દિવસમાં ચીખલીગર ગેંગને દબોચી

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં થયેલી રૂપિયા 32 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 30 તોલા સોનું અને 2 લાખ રોકડા હતા. પોલીસની ટીમે 600 જેટલાં સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા બાદ ચીખલીગર ગેંગના બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. આ ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 18 તોલા સોનું, 2 લાખ રોકડા અને ચોરાયેલું એક બાઇક મળીને કુલ રૂપિયા 20,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

App Store

રામોલ પોલીસે 32 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

આ અંગે પોલીસે જણાવ્યું કે, રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 32 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. જેમાં 30 તોલા સોનું અને 2 લાખ રોકડા ચોરાયા હતા. આ પછી માત્ર બે જ દિવસના સમયગાળામાં રામોલ પોલીસ, વટવા જીઆઇડીસી અને ઝોન-8 એલસીબીની ટીમના 50 જેટલાં સભ્યોએ રાત-દિવસ એક કરીને 600 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આ તપાસના પરિણામે અમે આ ઘટનામાં સંડોવાયેલી ચીખલીગર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 18 તોલા સોનું, 2 લાખ રોકડા તેમજ એક ચોરાયેલું બાઈક મળીને કુલ 20,30,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. અમારી આ કાર્યવાહીથી રામોલ, વટવા જીઆઇડીસી અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના કુલ 51 લાખની મત્તાના અન્ય 8 અણઉકેલાયેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલાઈ ગયો છે.

ચીખલીગર ગેંગના બે આરોપીઓ ઝડપાયા

પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં પહેલો ખંભાતનો 31 વર્ષીય અજયસિંહ ઉર્ફે ઇલ્લો સરદાર છે, જેને ખંભાતથી જ પકડી પાડવામાં આવ્યો છે. તેની પૂછપરછ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે નડિયાદના 29 વર્ષીય અર્જુન બંજારાને સુરત રેલવે સ્ટેશન આસપાસની 100 જેટલી હોટલો ચેક કરીને ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલો ખંભાતનો ત્રીજો આરોપી શેરસિંહ ઉર્ફે શેરુ સરદાર હાલ વોન્ટેડ છે. આ તમામ ગુનેગારોનો અગાઉનો મોટો ગુનાહિત ઈતિહાસ છે. અજયસિંહ સામે ગુજરાતભરમાં 9 જેટલાં, અર્જુન સામે 14 જેટલાં અને વોન્ટેડ શેરસિંહ સામે 3 જેટલાં ઘરફોડ ચોરીના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે.
 
પ્રાથમિક પૂછપરછ અનુસાર, ઝડપાયેલા આરોપી ચીખલીગર ગેંગના સભ્યો છે અને ચોરી કરીને જ પોતાનું ગુજરાન ચલાવવાની તાસીર ધરાવે છે. તેઓ ખંભાતથી અલગ અલગ વિસ્તારોમાં આવીને પહેલા મકાનોની રેકી કરતા હતા અને ત્યારબાદ અન્ય સભ્યો સાથે મળીને ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. હાલમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે અને જ્યારે આ કેસનો ત્રીજો વોન્ટેડ આરોપી પકડાશે ત્યારે બીજી ઘણી નવી હકીકતો સામે આવશે. જેના આધારે રામોલ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.