Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Give me 50 lakhs or I will kill you', now this actress gets threat

'50 લાખ આપો નહીં તો જાનથી મારી નાખીશું', હવે આ અભિનેત્રીને મળી ધમકી

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2024
લાઇવ ટીવીGoogle News
'50 લાખ આપો નહીં તો જાનથી મારી નાખીશું', હવે આ અભિનેત્રીને મળી ધમકી

પ્રખ્યાત ભોજપુરી અભિનેત્રી અક્ષર સિંહ સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભોજપુરીની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી પાસેથી ફોન પર 50 લાખ રૂપિયાની ખંડણીની રકમની માંગણી કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે જો તે ખંડણીના પૈસા નહીં આપે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફોન કરનારે કહ્યું છે કે જો 2 દિવસમાં આ રકમ નહીં આપવામાં આવે તો તેને મારી નાખવામાં આવશે.

App Store

આ પણ વાંચો : 'એક મહિનામાં મારી નાખીશું, સલમાન ખાનમાં હિંમત હોય તો બચાવી લે', બિશ્નોઈ ગેંગે કોને આપી ધમકી? 

અક્ષરા સિંહે ફરિયાદ નોંધાવી હતી

અભિનેત્રી અક્ષરા સિંહે આ મામલે બિહારના દાનાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે દાનાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે લેખિત ફરિયાદ આપી છે. તેની ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.